BA 3 વસ્તી સંક્રમણનો સિદ્ધાંત
વસ્તી સંક્રમણનો સિદ્ધાંત
વસ્તી એ
ઉત્પાદનના સાધન, શ્રમનો સ્રોત
ગણાય. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી| પર રહેલો છે.
ઉત્પાદનની પ્રક્રિયામાં શ્રમ વિશેષ મહત્ત્વ ધરાવે છે. શ્રમના સહકાર વિના | ઉત્પાદન શક્ય નથી. જમીન અને મૂડી એ ઉત્પાદનનાં નિર્જીવ સાધનો છે, જ્યારે શ્રમ એ ઉત્પાદનનું જવંત સાધન છે. શ્રમના
પ્રમાણ ઉપરાંત શ્રમની ગુણવત્તા પણ દેશના આર્થિક। વિકાસ પરઅસર કરે છે. તેના પરથી
કહી શકાય કે શ્રમ જેના દ્વારા મળી શકે છે તે વસ્તી અને આર્થિક વિકાસ પરસ્પર સંબંધ ધરાવે છે.
એડમ સ્મિથે પોતાનું પુસ્તક Wealth of
Nations પ્રસિદ્ધ કર્યું ત્યારથી આર્થિક વિકાસ પર વસ્તીના પ્રભાવ પ્રત્યે અર્થશાસ્ત્રીઓનું
ધ્યાન ખેંચાયું. એડમ સ્મિથે લખ્યું કે “દરેક રાષ્ટ્રનો શ્રમ એક એવું ભંડોળ છે કેજે મૂળભૂત
રીતે લોકોની બધી જરૂરિયાતો સંતોષે છે| અને જરૂરી બધી સગવડો પૂરી પાડે છે.” માલ્થસ અને રિકાર્ડોએ વસ્તીની અર્થતંત્ર
।પરની માઠી અસરો
દર્શાવી હતી. પરંતુ માલ્થસની વસ્તી વધારાની અસરો સંબંધમાં નિરાશાજનક આગાહી ખોટી પડી.
કારણ કે વસ્તીવૃદ્ધિને લીધે પશ્ચિમના દેશોમાં ઉદ્યોગીકરણની પ્રક્રિયાને | વેગ મળ્યો હતો. જે દેશોની અર્થવ્યવસ્થામાં મૂડી
મોટા પ્રમાણમાં પ્રાપ્ય હતી પરંતુ શ્રમની અછત હતી તેવા દેશોમાં વસ્તી વધારાને પરિણામે
આર્થિક વિકાસનો દર ઝડપથી ઊંચો। લાવી શકાયો હતો. કારણ કે વાસ્તવમાં વસ્તીમાં
જેટલા પ્રમાણમાં વધારો થયો તેના કરતાં | રાષ્ટ્રીય ઉત્પાદનના પ્રમાણમાં વિશેષ વધારો થવા પામ્યો હતો.
જો કે આફ્રિકા અને એશિયાના આર્થિક રીતે પછાત
ગણાતા ઘણા દેશોમાં વસ્તી વધારાની। માલ્થસે રજૂ કરેલી માઠી અસરો જોવા મળી. બેકારી,
ગરીબી, રોગચાળો, ભૂખમરો વગેરે પ્રશ્રો અલ્પવિકસિત દેશોમાં સામાન્ય થઈ પડ્યા.
આ પ્રકરણમાં આપણે વસ્તી સંક્રમણનો । સિદ્ધાંત, વસ્તી વધારાની આર્થિક વિકાસ પર અસર, માનવમૂડીનો અર્થ અને તેને લગતી| સમસ્યાઓનો અભ્યાસ કરવાનો છે.
કોલ અને હુવર
નામના અર્થશાસ્ત્રીઓએ રજૂ કરેલા વસ્તી સંક્રમણના સિદ્ધાંત (Theory of
Demographic Transition) અનુસાર આર્થિક
વિકાસની પ્રક્રિયા દરમ્યાનદેશની વસ્તી| સંક્રમણના ત્રણ તબક્કામાંથી પસાર થાય છે. પરંતુ પી. સી. બ્લેકરના મત પ્રમાણે
દરેક| દેશની વસ્તી સંક્રમણના
પાંચ તબક્કામાંથી પસાર થાય છે. તેનું આ વિશ્લેષણ વિકસિત દેશોની વસ્તીનાં વલણો પર આધારિત છે. વસ્તી
સંક્રમણના પાંચ તબક્ક નીચે પ્રમાણે રજૂ । કરી શકાય.
(1)
પ્રથમ તબક્કોઃ આ તબક્કો ઉચ્ચ સ્થિર તબક્કા તરીકે ઓળખાય છે. આ તબક્કામાં દેશ આર્થિક રીતે પછાત સ્થિતિમાં હોય છે. તેમાં
જન્મ દરઅને મૃત્યુ દરબંને ઊંચા હોય| છે. તેના પરિણામ રૂપે વસ્તી વૃદ્ધિનો દર નીચો હોય છે. લોકો મોટા ભાગે ગ્રામીણ
વિસ્તારોમાં| રહે છે. તેમનો
મુખ્ય ધંધો ખેતી હોય છે. ખેતીની પદ્ધતિ જૂની-પુરાણી હોય છે. કેટલીક વપરાશી
વસ્તુનું ઉત્પાદન બહુનાના પાયા પર થતું હોય છે. તેમાં પ્રાથમિક કક્ષાની ટેફનોલોજી|
નો ઉપયોગ થતો હોય છે.
સેવાક્ષેત્રન વિકાસ બહ ઓછો થતો હોય છે. પરિવહન, વેપાર,| વસ્તી અને આર્થિક વિકાસ। 147 બેંકિંગ વગેરેન વિકાસ અલ્પ પ્રમાણમાં થયો હોય
છે. આમ, ખેતી, ઉદ્યોગ અને સેવાક્ષેત્રના અપૂરતા વિકાસને લીધે
લોકોની આવકો ઓછી હોય છે. આ નીચી આવકો લોકોની ગરીબી માટે કારણભૂત બને છે. કુટુંબની ઓછી
આવકમાં વધારો કરવા માટે મોટો પરિવાર આવશ્યક ગણાતો. એટલે|કે કુટુંબની સભ્યસંખ્યા વધે એ જરૂરી ગણાતું.
બાળકો કુટુંબ અને સમાજ માટે થાપણરૂપ|બની રહેતા. શિક્ષણનું પ્રમાણ ઘણું નીચું હતું. વ્યાપક પ્રમાણમાં નિરક્ષરતા
જોવા મળતી.।આ પ્રકારના સમાજ પાસેથી ખર્ચ કરીને બાળકોને શિક્ષિત બનાવવાની આશા રાખી
શકાય તેમ ન હતી. સંયુક્ત કુટુંબ પ્રથાને લીધે દરેકને પોતાની ક્ષમતા પ્રમાણે કામ
મળી રહેતું. પાંચ-સાત વર્ષની વયના બાળકો પણ કુટુંબને તેની આર્થિક પ્રવૃત્તિમાં
મદદરૂપ બનતા. વળી, ।બાળકો વૃદ્ધ
કુટુંબીજનની લાકડી સમાન, ટેકા સમાન ગણાતા.
લોકો પ્રારબ્ધવાદી હતા. બાળકો ઈશ્વરે આપેલી બક્ષિસ ગણાતા. નિઃસંતાન
માબાપો સમાજમાં દયાજનક સ્થિતિવાળા। ગણાતા. આ બધાને પરિણામે દેશમાં જન્મ દર ઊંચો
રહેતો. પરંતુ ઊંચો જન્મ
દરની સાથે સાથે મૃત્યુ દરપણ ઊંચો રહેતો. કારણકે બધા લોકોને|એકક્તો પૂરતો ખોરાક મળતો નહિ, અને વળી, જેકાંઈ ખોરાક મળતો તે ગુણવત્તાની દૃષ્ટિએ । હલકો અને
અપૌષ્ટિક હતો. આરોગ્ય સંબંધી જાણકારીનો અભાવ હતો, રહેવા માટેનાં | મકાનો અપૂરતા અને સગવડ વિનાના હતાં. પરિણામે
ઘણા લોકો રોગગ્રસ્ત રહેતા. રોગની | યોગ્ય સારવારને
અભાવે મૃત્યુ દર ઊંચો રહેતો. બાલ મૃત્યુ દર અને માતાઓનો મૃત્યુ દર ઊંચો રહેતો.
આબધાને લીષે ઊંચા જન્મ દરની સાથે સાથે ઊંચા મૃત્યુ દરને પરિણામે વસ્તી । વૃદ્ધિના દરમાં
સંતુલન જોવા મળતું હતું. તેથી આ તબક્કો ઉચ્ચ સ્થિર (High Stationary) તબક્કા તરીકે ઓળખાય છે. 1921 સુધી ભારત વસ્તી સંક્રમણના પ્રથમ તબક્કામાં
હતું તેમ કહી શકાય.
(2) બીજો તબક્કો : આ તબક્કો
પ્રારંભિક વિસ્તારશીલ (Early Expanding) તબક્કા તરીકે ઓળખાય છે. તેમાં ઊંચો જન્મ દર અને ઘટતો જતો મૃત્યુ દર જોવા મળે |
છે. બીજા તબક્કામાં
અર્થતંત્ર આર્થિક વિકાસની સ્થિતિમાં પ્રવેશે છે. ખેતી અને ઉદ્યોગક્ષેત્રે| ઉત્પાદકક્તા વધે છે. પરિવહનનાં સાધનોનો વિકાસ
થાય છે. શ્રમની ગતિશીલતા વધે છે. શિક્ષણનો વ્યાપ અને ફેલાવો વધે છે. લોકોની
આવકોમાં વધારો થાય છે. હવે લોકોને પૂરતો | અને પૌષ્ટિક ખોરેક મળે છે. આરોગ્યવિષયક સુવિધાઓમાં વધારો થાય છે. પરિણામે
મૃત્યુ | દર ઘટે છે. જો કે
જન્મ દરલગભગ સ્થિર રહે છે. લોકો સંતતિનિયમનમાં માનતા નથી. આર્થિક વિકાસ થયો હોવાથી
રોજગારીની તકો વધે છે. પરિણામે કુટુંબમાં વધુ બાળકો હોય | ૧ તો વધુ આવક મેળવી શકાય તેવી સ્થિતિ સર્જાય
છે. બાળકો કુટુંબની આવક વધારવામાં સહાયરૂ૫ બને છે. આવક વધવાથી લોકોના જીવનધોરણમાં
સુધારો થાય છે. તેથી કુટુંબ નિયોજન માટે પ્રયાસો થતા નથી. વળી, ધાર્મિક માન્યતા, અંધશ્રદ્ધા વગેરેને લીધે પણ। લોકો કુટુંબ
નિયોજન અમલમાં મૂકતા નથી. તેથી જન્મ દર અગાઉ જેટલો જ ઊંચો રહે। પરંતુ તેની સામે
મૃત્યુ દરમાં ઘટાડો થતો હોવાથી વસ્તી વિસ્ફોટ (population explosion) થાય છે. હાલમાં ભારત વસ્તી વિસ્ફોટની સ્થિતિનો
અનુભવ કરે છે. આ દૃષ્ટિએ હાલમાં ભારત વસ્તી સંક્રમણના બીજા તબક્કામાં છે તેમ
કહી શકાય. । છે. 148 વિકાસ અને પર્યાવરણલક્ષી અર્થશાસ્ત્ર ।
(3)ત્રીજો તબક્કો: આતબક્કો
વિલંબિત વિસ્તારશીલ (Late Expanding) તબક્કા તરીકે ઓળખાય છે.
આતબુક્કામાં જન્મ દર ઘટે છે. પરંતુ સાથે સાથે મૃત્યુ દર વધુ ઝડપથી| ઘટતો જાય છે. તેના પરિણામરૂપે વસ્તી સંક્રમણના
આ તબક્કામાં વસ્તીમાં ઘટતા જતા દરે। વધારો થાય છે. (4) ચોથી તબક્કો ઃ આ તબક્કો નીચા સ્થિર (Low
Stationary) તબક્કા તરીકે| ઓળખાય છે. આ તબક્કામાં જન્મદર ઘટે છે અને તે
ઘટીને મૃત્યુ દરબરાબર થાય છે. તેન પરિણામે વસ્તીવૃદ્ધિ દરઘટી જાય છે. તેથી
જ્યારે આર્થિક વિકાસમાં વધારો થાય છે। ત્યારે લોકોની આવકો જીવનનિર્વાહની સપાટી કરતાં
ઊંચી આવે છે. પરિણામે લોકોના। જીવનધોરણમાં સુધારો થાય છે. અર્થતિંત્રમાં
ટેફનિકલ પરિવર્તનોના માધ્યમ દ્વારા દરેક ક્ષેત્રે| ઉત્પાદનમાં વધારો થાય છે. શિક્ષણનો પ્રસાર
વ્યાપક બને છે. અને સમસ્ત સમાજ શિક્ષિત બને છે. લોકો જૂના રીત–રિવાજો, અંધશ્રદ્ધા, વગેરે તજીદે છે. ધીમે ધીમે સમાજ વ્યક્તિલક્ષી। બનતો જાય છે.
સંયુક્ત કુટુંબ પ્રથાનો અસ્ત થાય છે. યુવાન વર્ગ મોડા લગ્ન કરવાનું પસંદ | કરે છે. કુટુંબની આવકમાં વધારો કરવાના હેતુથી
વધુ સંતાનોની લાલસા ઘટી જાય છે. લોકો। સ્વેચ્છાએ કુટુંબ નિયોજન અપનાવે છે. આબધાનાં
પરિણામ સ્વરૂપે જન્મ દર ઘટવા લાગે| છે. જે અગાઉથી
ચાલ્યા આવતા નીચા મૃત્યુ દર સાથે મળીને વસ્તી વૃદ્ધિને દરને ઘટાડી। દે છે. દુનિયાના
વિકસિત દેશો વસ્તી સંક્રમણના આ ચોથા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. કારણકે તે
દેશોમાં વસ્તી બહ નીચા દરે વધતી જણાય છે.| (5)પાંચમો તબક્કો : આ તબક્કો ઘટતી જતી (Declining)
વસ્તીનો તબક્કો ગણાય. જ્યારે જન્મ દર
સતત ઘટતો જાય પરંતુ મૃત્યુ દરને વધુ ઘટાડવાનું શક્ય હોતું નથી ત્યારે | ઘટતી જતી વસ્તીનો તબક્કો જોવા મળે છે. ઘટતી જતી
વસ્તીનો આ પાંચમો તબક્કો કોઈપણ । વિકસિત દેશમાં હજી સુધી માત્ર અનુમાનનો વિષય
રહ્યો છે. જો કે યુરોપનાં કેટલાક નાના| દેશો વસ્તી સંક્રમણના આ પાંચમાં તબક્કામાં પ્રવેશવાની તૈયારી કરતાં હોય તેવું
જણાય છે. ઉપરોક્ત વિશ્લેષણ
યુરોપના વિકસિત દેશોની વસ્તી વધારા સંબધી વાસ્તવિક સ્થિતિ પર આધારિત છે. યુરોપનેા લગભગ બધા દેશો વસ્તી
સંક્રમણના ત્રણ તબક્કામાંથી પસાર | થઈ ચુક્યા છે અને
હાલમાં તેઓ ચોથા તબક્કામાં છે. વસ્તી સંક્રમણનો આ સિદ્ધાંત ભારત જેવા વિકાસ
સાધતા દેશો માટે વસ્તી નીતિના । ઘડતરમાં ઉપયોગી બને. તે ઉપરાંત દેશના આર્થિક
વિકાસ માટે પંચવર્ષીિય યોજનાઓ તૈયાર | કરવામાં પણ તે માર્ગદર્શનરૂ૫ બની શકે. અર્થશાસ્ત્રીઓએ આર્થિક વસ્તીવિષયક મોડેલ
(Economic Demographic Models) તૈયાર કર્યા છે.
જેથી તે મોડેલ અમલમાં મૂકી। વિકાસ સાધતા દેશો વસ્તી સંક્રમણનાં ચોથા તબક્કામાં પ્રવેશી
શકે. ભારત માટે આ પ્રકારનું | મોડેલ કોલ અને
હુવર નામના અર્થશાસ્ત્રીઓએ તૈયાર કરેલ છે. જે કે તે મોડેલ વિકાસ સાધતા અન્ય દેશો
પણ અપનાવી શકે. કારણકે તે સર્વસામાન્ય અને સાર્વત્રિક સ્વરૂ૫
ધરાવે છે. વસ્તી અને આર્થિક
વિકાસ | 3. આર્થિક વિકાસ પર
વસ્તી વધારાની અસરો| 149 આર્થિક વિકાસ પર
વસ્તી વધારાની અસરે નીચે પ્રમાણે દર્શાવી શકાય.| (A) ઈષ્ટ કરતાં ઓછી વસ્તી હોય ત્યારે : ઈષ્ટ વસ્તી
એટલે એટલી વસ્તી કે જે। વસ્તીના પ્રમાણ દ્વારા રાષ્ટ્રીય ઉત્પાદન
મહત્તમ બને. ઈષ્ટ વસ્તી કરતાં ઓછી કે વધુ વસ્તી | એ રાષ્ટ્રીય ઉત્પાદન મહત્તમ બનતું નથી. જે કે
ઈષ્ટ વસ્તીનો ખ્યાલ પરિવર્તનશીલ છે. આર્થિક વિકાસ થતાં ઈષ્ટ વસ્તી, એ કમી વસ્તી બની જાય તેવું બને. અને આર્થિક
વિકાસમાં ઘટાડો થાય તો
ઈષ્ટ વસ્તી એ અતિ વસ્તી બની જાય એ પણ શક્ય છે. ઈષ્ટ વસ્તી કરતાં ઓછી વસ્તી હોય ત્યારે વસ્તી
વધારાની આર્થિક વિકાસ પર સાનુકૂળ | અસરો થાય છે. આવા
સંજોગોમાં વસ્તી વધે તો આર્થિક વિકાસનો દર ઊંચો આવે છે. ઇંગ્લેન્ડ અને યુરોપના અન્ય દેશોમાં ઔદ્યોગિક
ક્રાંતિ થઈ ત્યારે વસ્તી વધારાને લીધે શ્રમનો પુરવઠો વધ્યો. પરિણામે ઔદ્યોગિક ક્રાંતિને વેગ
મળતા આર્થિક વિકાસમાં વૃદ્ધિ થઈ હતી. આ રીતે જ્યારે દેશમાં ઈષ્ટ કરતાં ઓછી વસ્તી હોય
ત્યારે વસ્તી વૃદ્ધિને લીધે આર્થિક વિકાસમાં વધારો થઈ શકે. વસ્તી વૃદ્ધિને લીધે
માંગ વધતાં બજારનો વિસ્તાર થાય અને તેથી પણ આર્થિક વિકાસને વેગ મળે.| (B) ઈષ્ટ કરતાં વધુ વસ્તી હોય ત્યારે: અલ્પવિકસિત
દેશો કે જેઓ આર્થિક વિકાસ| સાધવા માટે
પ્રયાસો કરે છે તેમાં ઈષ્ટ કરતા વધુ વસ્તી જોવા મળે છે. આ દેશો મોટા ભાગે। અતિ વસ્તીથી
પીડાય છે. આવા સંજોગોમાં વસ્તીદ્ધિની આર્થિક વિકાસ પર કેટલીક માઠી અસરો થાય છે,
જે નીચે પ્રમાણે રજૂ કરી
શકાય. (1) આર્થિક વિકાસ ઃ
આર્થિક વિકાસ મૂડીરોકાણ પર આધાર રાખે છે. વિકાસ સાધતા। દેશમાં મૂડીની અછત હોય છે.
વળી, વસ્તીવૃદ્ધિને લીધે વપરાશ
વધે. તેથી અપેક્ષિત મૂડીરોકાણ। થઈ શકતું નથી. વિકાસ સાધતા દેશો મોટા ભાગે ખેતી પર
આધાર રાખતા હોય છે. વસ્તીવૃદ્ધિને લીધે ખેતીની જમીનનું ખંડવિભાજન અને ઉપવિભાજન થાય
છે. તેથી ખેતરો। બિનઆર્થિક એકમો થઈ જાય છે. તેથી ખેતીમાં ઉત્પાદન વધી શકતું નથી.
વસ્તી વૃદ્ધિને। લીધે ખેતીની જમીન અને અન્ય કુદરતી સાધનોનો અતિ ઉપયોગ થાય છે. જેને
લીધે| ઉત્પાદન વૃદ્ધિમાં અવરોધ
ઊભો થાય છે. આ રીતે વસ્તી વધારો આર્થિક વિકાસમાં ઘણી મુશ્કેલી સર્જે છે. તેથી
આર્થિક વિકાસ અપેક્ષિત પ્રમાણમાં સિદ્ધ થઈ શકતો નથી. ભાવિ (2) માથાદીઠ આવક : વસ્તી વૃદ્ધિને લીધે માથાદિીઠ
આવક પર પ્રતિકૂળ અસર પડે। છે. (1) તે ખેતીની જમીન
પર વસ્તીનું દબાણ વધારે છે. (2) ઉત્પાદન સાધનોની
દુર્લભતા | વયે તેથી તેન ભાવ
વધે અને તેને લીધે વપરાશી વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધે (3) વસ્તુઓના ભાવો વધતા લોકો પોતાની આવકમાંથી ઓછા
પ્રમાણમાં બચતો કરી શકે. તેથી મૂડીસંચય ઘટે. આ બધાને પરિણામે મૂડીરોકાણ ઘટે. તેથી
રાષ્ટ્રીય આવક ઓછી થાય. તેની સામે વસ્તીમાં વધારો થાય. એટલે વ્યક્તિદીઠ સરાસરી આવક
એટલે કે માથાદીઠ આવક ઘટે છે. સામાન્ય રીતે એવુંજોવા મળે છે કે રાષ્ટ્રિીય આવકના
વૃદ્ધિ દરકરતાં વસ્તીવૃદ્ધિનો દરઊંચો| રહે છે. અને તેના પરિણામે માથાદીઠ આવક નિીચી રહે છે.| વિકાસ અને પર્યાવરણલક્ષી અર્થશાસ્ત્ર । 150
(3)લોકોનું જીવનધીરણઃ
વસ્તીમાં વધારો થતાં ખાદ્ય વસ્તુઓ, કાપડ, રહેણાંકના મકાનો અને અન્ય વપરાશી વસ્તુઓની માંગ વધેછે.
પરંતુ ટૂંકા ગાળામાં તેની માંગ પ્રમાણે પુરવઠો વપારી શકાતો નથી. પરિણામે જરૂરિયાતની આ
બધી વસ્તુઓના ભાવો વધે છે.| તેથી જીવનનિર્વાહ
ખર્ચ વયે છે. વિકાસ પામતા દેશોમાં વિકસિત દેશોની તુલનામાં લોકોનું । જીવનધોરણ નીચું
હોય છે. તેમાં આ રીતે જીવનનિર્વાહ ખર્ચ વધતાં લોકોનું જીવનધોરણ। વપુ નીચું જાય
છે. તેથી ગરીબીનું પ્રમાણ વષેછે. ગરીબી અને નીચું જીવનધોરણ વસ્તીમાં। વધાર લાવે છે.
અને વસ્તી વધારો ફરીથી લોકોના જીવનધોરણને વધુનીચી સપાટીએ લઈ।
જાય છે. આ રીતે વસ્તી
વધારો અને જીવનધોરણ એકબીજાથી પ્રભાવિત થાય છે. (4) કૃપિવિકાસઃ વિકાસ સાષતા દેશમાં મોટા ભાગના
દેશોનું અર્થતંત્ર કૃષિપ્રધાન| હોય છે. વસ્તવૃદ્ધિને
લીધે ખેતી પરદબાણ આવે છે. કારણ કે આવા દેશોમાં વૈકલ્પિક। ઉઘોગોનો વિકાસે બહુ ઓછા પ્રમાણમાં થયો હોય છે.
તેથી ખેતીક્ષેત્રે મોસમી બેકારી અને પ્રચ્છરૂ બેકારી ઉદ્ભવે છે. તેથી ખેતીમાં
માથાદીઠ આવક નીચી રહે છે. તેથી બચત અને મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે. પરિણામે
ખેતીમાં મૂડીસર્જનનો દર નીચો રહે। છે. આ રીતે વસ્તીવૃદ્ધિ કૃષિવિકાસના નીચા દર
માટે જવાબદાર ગણાવી શકાય. વધારાની। વસ્તીને અન્ય આર્થિક ક્ષેત્રે રોજગારીની તકો
પૂરી પાડીને આસમસ્યા કેટલાક અંશે નીવારી શકાય. । છે. (5) રોજગારી : વસ્તીવૃદ્ધિદેશમાં બેરોજગારી વધારે
છે. વસ્તીવૃદ્ધિને લીધે સમય જતા શ્રમનો પુરવઠો વધે છે.પરંતુ તેની સામે વિવિધ
આર્થિક ક્ષેત્રે પૂરતો વિકાસ થતો ન હોવાથી| શ્રમની માંગ ઓછી રહે છે. વધતી વસ્તી આવકો,
બચત અને મૂડીરોકાણના
પ્રમાણમાં | ઘટાડો કરે છે.
તેથી દેશમાં મૂડીસર્જનનો દર નીચો રહે છે. આર્થિક વિકાસ ધીમો પડી જાય | પરિણામે રોજગારીની નવી તકોનું પૂરતા પ્રમાણમાં
સર્જન થઈ શકતું નથી. તેથી શ્રમની | માંગ નીચી રહે
છે. તેથી બેકારી ઉદ્ભવે છે. આ રીતે વસ્તી વધારો બેકારીના ઉદ્ભવ માટે। અને
બેકારીમાં થતા વધારા માટે જવાબદાર ગણાય. વસ્તી વધારાને લીધે માંગમાં વધારો। થાય.
તેથી વપરાશ ખર્ચ વધે. તેથી ઉત્પાદન અને રોજગારી વધવા જોઈએ. પરંતુ તેનો આધાર
મુખ્યત્વે બચત અને મૂડીરોકાણ પર રહે છે. પરંતુ વપરાશ ખર્ચ વધતા બચત અને મૂડીરોકાણ
નીચી સપાટીએ રહે છે. (6) સામાજિક
આંતરમાળખું ઃ સામાજિક આંતરમાળખામાં સામાજિક સેવાઓ જેવી કે। શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, રહેણાંકના મકાન
વગેરેને લગતી સગવડો અને સેવાઓનો। સમાવેશ થાય છે. વસ્તીવૃદ્ધિને લીધે સામાજિક
આંતરમાળખા માટે વધુ ખર્ચ કરવો પડે છે. પરિણામે ઉત્પાદકય ક્ષેત્રો માટે પ્રમાણમાં
ઓછું મૂડીરોકાણ મળી શકે તેવી સ્થિતિ સર્જાય છે. શહેરી અને ગ્રામ વિસ્તારોમાં
સામાજિક સેવાઓ પાછળનું ખર્ચ વિશેષ પ્રમાણમાં હોવાથી આર્થિક વિકાસ માટે જરૂરી
ખર્ચમાં કેટલીકવાર કાપ મૂકવો પડે છે. તેથી દેશનો। આર્થિક વિકાસ દર ધીમો રહે છે. |
થતું| (7) મૂડીસર્જન : વસ્તીવૃદ્ધિ દેશમાં મૂડીસર્જનનો
દરધીમો પાડી દે છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ માથાદીઠ આવક ઘટે છે. પરંતુ ભાવ
વધારાને લીધે વપરાશ ખર્ચ વધે છે. વસ્તી અને આર્થિક વિકાસ।ગચાલયા, શામળદાસ આર્ટસ જોલેજ,ભાવનગર. 151 તેથીબચતો ઘટતાં મૂડિરોકાણનું પ્રમાણ ઘટે છે.
વળી, વસ્તી વધારાને લીધે
સરકારને સામૂહિક સેવાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, પાણી વગેરે માટે
વધુ ખર્ચ કરવું પડે છે. તેથી ઉત્પાદક હેતુઓ માટેનું ખર્ચ ઘટાડવું પડે છે. આ બધાની
મૂડીસર્જન પર માઠી અસર થાય છે.। ઉત્પાદનક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતી
ટેફનોલોજીના સુધારા પરપૂરતું ધ્યાન આપી શકાતું નથી. તેથી જૂની પુરાણી પ્રાથમિક
કક્ષાની ટેફનોલોજીનો ઉપયોગ ઉત્પાદન ક્ષેત્રે થતો હોય| છે. તેથી પણ મૂડીસર્જનનો દર નીચો રહેછે. આ રીતે
વસ્તી વધારો દેશમાં મૂડીસર્જન પર|। માઠી અસર કરે છે.|
45299 of (8)શ્રમદળઃ દેશની
અર્થવ્યવસ્થામાં શ્રમદળ એટલે કુલ વસ્તીના પ્રમાણમાં કામ કરી | શકેતેવી વસ્તુનું ગુણોત્તર પ્રમાણ (The
labour force in an economy is the ratio working population to the total
population.) વિકાસ સાધતા દેશોમાં
વસ્તી । વધારાને પરિણામે
બાળકોની સંખ્યા વધતી રહે છે. બાળકો બિનઉત્પાદક વય જૂથમાં ઉમેરો કરે છે. બીજી
બાજુ મૃત્યુ દર ઘટતો જતો હોવાથી પ્રોઢો અને વૃદ્ધોનું પ્રમાણ પણ વધે છે. તેથી
વસ્તીમાં બિનઉત્પાદક વય જૂથમાં વધારો થાય છે. કામ કરી શકે તેવું વય જૂથ કુલ વસ્તીના 35
થી 40% જેટલું હોય છે. આમ ઉત્પાદન કરી શકે તેવા
વયજૂથનું પ્રમાણ નાનું હોવાથી ઉત્પાદન અને આર્થિક વિકાસ પર માઠી અસર
થાય છે. કારણ કે વસ્તીના આશરે। 60 %લોકો કામ કરતી
વસ્તી પર બોજારૂપ બને છે. | (9) પર્યાવરણ: વસ્તી
વધારને લીધે કુદરતી પર્યાવરણને પણ ભારે હાનિ પહોંચે છે.| વસ્તીવૃદ્ધિને લીધે કુદરતી સંસાધનોની અછત ઊભી
થાય છે. ખેતીની જમીન, જંગલો, નદીઓનું પાણી, ખનીજ પદાર્થો, પહાડ વગેરેનો અતિ ઉપયોગ અને દુરૂપયોગ થવા માંડે
। છે. ખેતીની જમીન વધારવા માટે, લાકડું મેળવવા
માટે, મકાનોનું બાંધકામ કરવા
માટે | જંગલો કપાવા માંડે છે.
કુદરતી પર્યાવરણમાં સમતુલા ખોરવાઈ જાય છે. જમીન બિનઉપજાઉ । બને છે. રણ વિસ્તાર વધેછે. વસ્તી વધારાને લીધે
શહેરીકરણને ઉત્તેજન મળે છે. પરિણામે શહેરોમાં ઝુંપડપટ્ટી, વાયુ, જળ અને અવાજના પ્રદૂષણની વિકટ સમસ્યાઓ સર્જાય છે. | લાંબા ગાળે તે લોકોના આરોગ્ય માટે ખૂબ
નુકસાનકારક બને છે. U(10) વિશ્વ
અર્થવ્યવસ્થા : વસ્તી વધારો વિશ્વ અર્થવ્યવસ્થા પર નીચે પ્રમાણે અસર । કરે છે. (1)
વસ્તી વધારો મોટા ભાગે
વિકસિત દેશો કરતાં વિકાસ સાધતા દેશોમાં વિશેષ। પ્રમાણમાં થાય છે. પરિણામે વિકસિત
દેશો અને વિકાસ પામતા દેશો વચ્ચે આવકની અસમાનતા ઉદ્ભવે છે. (2) આંતરરાષ્ટ્રીય વેપારમાં વિકસિત દેશોનો હિસ્સો
વધુ અને| વિકાસ પામતા
દેશોનો હિસ્સો ઓછો રહે છે. (3) તેથી વિદેશી
હૂંડિયામણ દર વિકસિત। દેશોની તરફેણમાં અને વિકાસ પામતા દેશોની
વિરૂદ્ધમાં નક્કી થતા હોય છે. (4) વસ્તી| વધારો વિકાસ પામતા દેશોની વેપારતુલાને મોટે
ભાગે પ્રતિકૂળ રાખે છે.
Comments
Post a Comment