Posts

Showing posts from August, 2025

BA 3 વસ્તી સંક્રમણનો સિદ્ધાંત

  વસ્તી સંક્રમણનો સિદ્ધાંત વસ્તી એ ઉત્પાદનના સાધન , શ્રમનો સ્રોત ગણાય. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી | પર રહેલો છે. ઉત્પાદનની પ્રક્રિયામાં શ્રમ વિશેષ મહત્ત્વ ધરાવે છે. શ્રમના સહકાર વિના | ઉત્પાદન શક્ય નથી. જમીન અને મૂડી એ ઉત્પાદનનાં નિર્જીવ સાધનો છે , જ્યારે શ્રમ એ ઉત્પાદનનું જવંત સાધન છે. શ્રમના પ્રમાણ ઉપરાંત શ્રમની ગુણવત્તા પણ દેશના આર્થિક। વિકાસ પરઅસર કરે છે. તેના પરથી કહી શકાય કે શ્રમ જેના દ્વારા મળી શકે છે તે વસ્તી અને આર્થિક વિકાસ પરસ્પર સંબંધ ધરાવે છે.   એડમ સ્મિથે પોતાનું પુસ્તક Wealth of Nations પ્રસિદ્ધ કર્યું ત્યારથી આર્થિક વિકાસ પર વસ્તીના પ્રભાવ પ્રત્યે અર્થશાસ્ત્રીઓનું ધ્યાન ખેંચાયું. એડમ સ્મિથે લખ્યું કે “દરેક રાષ્ટ્રનો શ્રમ એક એવું ભંડોળ છે કેજે મૂળભૂત રીતે લોકોની બધી જરૂરિયાતો સંતોષે છે | અને જરૂરી બધી સગવડો પૂરી પાડે છે.” માલ્થસ અને રિકાર્ડોએ વસ્તીની અર્થતંત્ર ।પરની માઠી અસરો દર્શાવી હતી. પરંતુ માલ્થસની વસ્તી વધારાની અસરો સંબંધમાં નિરાશાજનક આગાહી ખોટી પડી. કારણ કે વસ્તીવૃદ્ધિને લીધે પશ્ચિમના દેશોમાં ઉદ્યોગીકરણની પ્રક્રિયાને | વેગ મળ્યો હતો. જે દેશોની ...